લગ્ન પતાવી પરત આવતા જાનૈયાઓને ફુડ પોઈઝનીગ.
નરેશ ગનવાણી નડિયાદ
લગ્ન પતાવી પરત આવતા જાનૈયાઓને ફુડ પોઈઝનીગ,
નડિયાદ સિવિલમાં સારવાર અપાઇ અમદાવાદ ગયેલા જાનૈયાઓને લગ્ન પૂર્ણ કરી પરત રાજપીપળા જતી વખતે એકાએક બસમાં લોકોને ઝાડા, ઉલ્ટી થતાં જાનૈયાઓની બસને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી હાલ તમામ અસરગ્રસ્ત જાનૈયાઓની સ્થિતિ સ્ટેબલ છે. મળતી માહિતી મુજબ રાજપીપળા ખાતે રહેતા પરિવારના સભ્યો જાન લઇને અમદાવાદ આવ્યા હતા. મોડીરાત્રે લગ્ન પતાવી જાનૈયાઓ રાજપીપળાથી લકઝરી બસમાં જતાં હતા. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પહોંચતા જ બસમાં સવાર વરરાજા અને કન્યા સહિત ૨૦-૨૫ લોકોને અચાનક ઝાડા-ઉલ્ટી થવા લાગી જેથી ૧૦૮ ને જાણ કરવામાં આવી લકઝરી બસમાં ગંભીર હાલત વાળા દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. બસમાં સવાર વિનુભાઈએ જણાવ્યું કે અમદાવાદ લગ્ન પૂર્ણ કરી પરત ફરતા એકાએક બસમાં સવાર ૨૦-૨૫ વ્યક્તિઓને ઝાડા, ઉલ્ટીની અસર થઈ હતી. આથી અમે ૧૦૮ની મદદ મેળવી તમામ લોકોને અહીંયા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છે. પંજાબી ફુડ જમ્યા હતા તે બાદ તબિયત ખરાબ થઈ બસમાં ૫૫ જેટલા જાનૈયઓ સવાર હતા અને એમ્બ્યુલન્સ મારફતે અહીયા લાવવામાં આવ્યા છે. જ્યારે ૧૦૮ના ધર્મેન્દ્રભાઈ જાદવે જણાવ્યું કે આ જાનૈયાઓની બસ રજપીપળા મૂકામે પરત ફરતી હતી. ૩૦થી ૩૫ ટકા જનૈયાઓ અસરગ્રસ્ત થતા ત્રણ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જે તમામની સારવાર ચાલુ છે. તે લોકોના કહેવા પ્રમાણે પંજાબી સબ્જી, ચાઈનીઝ અને હલવો આરોગીયો હોવાનું જણાવ્યું છે.