ડાકોર મંદિરમાં વસંત પંચમીના દિવસેથી રંગોત્સવનો પ્રારંભ.
નરેશ ગનવાણી નડિયાદ
ડાકોર મંદિરમાં વસંત પંચમીના દિવસેથી રંગોત્સવનો પ્રારંભ
યાત્રાધામ ડાકોરમાં વસંત પંચમીના ફાગ ઉત્સવના વધામણાં કરવામાં આવે છે. ચાંદીની પિચકારીથી કેસુડાના રંગથી કાળીયા ઠાકોરને વસંતના ખેલવામાં આવે છે. ભક્તો પર અબીલ, ગુલાલના અમી છાંટણાં સેવકો દ્વારા કરવામાં આવે છે.યાત્રાધામ ડાકોરમાં વસંત પંચમીની બુધવારે દૂર દૂરથી ભાવિક ભક્તો જય રણછોડના નાદ સાથે રણછોડજીના દરબારમાં આવ્યા હતાં રાજાધિરાજ રણછોડજીને ચાંદીની પિચકારીથી કેસુડા તેમજ કેસરથી વસંતના ફાગના વધામણાં કરવામાં આવ્યા હતા. સવારે સફેદ વસ્ત્રો ધારણ કરી સોનાના શંખ,ચક્ર, ગદા, પદ્મતેમજ સોનાની વાસળી,સાથે રણછોડજીએ ભક્તોને દર્શન આપ્યા છે. શણગાર આરતીના સમયે કેસુડા તેમજ અબીલ ગુલાલ કંકુ તેમજ નાળિયેરનો ઘડો મૂકી આરતી ઉતારતા તેમને રંગબેરંગી કલરોથી સેવકો ધ્વારા પ્યારથી રંગવામાં આવે છે. ત્યાર બાદ ભાવિક ભક્તોને આ પ્રસાદી રૂપે તેમની પર પણ રંગોની છોડો ઉડાડવામાં આવે છે. સતત ૪૦ દિવસ સુધી આ રીતે ભક્તો પર અબીલ, અમી છાંટા સેવકો દ્વારા કરવામાં આવે છે.