દાહોદ એલ.સી.બી ની ટીમે ચંદલા ગામે કારમાંથી ૧,૦૧,૨૮૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.
વનરાજ ભુરીયા.
ગરબાડા: દાહોદ જિલ્લા એસ.પી ડૉ.રાજદીપસિંહ ઝાલાએ જિલ્લામાં પ્રોહીની અસામાજીક પ્રવૃતીઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા સારૂ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયમાથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી/પરીવહન કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેઇડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને એલ.સી.બી.સ્ટાફના માણસોની જુદી-જુદી ટીમો પ્રોહીબિશનની પ્રવૃતિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતી તે દરમ્યાન એલ.સી.બી. પો.ઈન્સ. કે.ડી.ડિંડોર ની સુચના મુજબ આજરોજ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર,ASI કરણભાઈ તથા એલ.સી.બી.ટીમ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહી પેટ્રોલીંગમા નિકળેલ તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે એક સુઝુકી કંપનીની SX4 ગાડી નં.જીજે.૦૬. સીબી.૯૦૪૩ મા સેજાવાડા તરફથી મહેતાબ તોમર તથા સોનુ બન્ને રહે.અલીરાજપુર મધ્ય પ્રદેશ નાઓ ઇંગ્લીશ દારૂ ભરી મીનાક્યાર બોર્ડરવાળા રસ્તે થઇ ગરબાડા તરફ આવવાના છે જે બાતમીના આધારે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી SX4 ગાડીમાંથી ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇગ્લીશ દારૂ તથા ટીન બીયરની કુલ ૧૬ પેટીઓ માં કુલ બોટલો નંગ-૬૨૪ ની કિ.રૂ.૧,૦૧,૨૮૦/-નો પ્રોહી મુદામાલ તથા હેરાફેરીમા ઉપયોગ લીધેલ સુઝુકી SX4 ગાડી નં.જીજે.૦૬.સીબી. ૯૦૪૩ ની કિ.રૂ.૩,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪,૫૧,૨૮૦/- નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ગરબાડા પોલીસ મથકે પ્રોહીબિશનનો ગુંનો દાખલ કરાવ્યો હતો.