દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવા મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવા મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું.
કલેક્ટર શ્રી દાહોદ મારફતે મુખ્યમંત્રી શ્રીન આવેદનપત્ર આપવામાં આવ્યુંદાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ શ્રી ના પ્રમુખશ્રી અતુલભાઇ ડોડીયારની આગેવાની હેઠળ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાયો ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તેમજ રાજ્યના ફિક્સ પગારની મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવા સહિતના પડતર પ્રશ્નો સંદર્ભે સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી.તેના અનુસંધાને તારીખ 16/9/2022 ના પાંચ મંત્રીઓની સમિતિ સાથે બેઠક કરવામાં આવી હતી.જેમાં કેટલાક પ્રશ્નો નુ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.તે પૈકી પણ અમુક પ્રશ્નોનો આજ દિન સુધી ઉકેલ થયેલ નહિ હોઇ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના તારીખ 5/2/2019 ના પત્રથી આંદોલન કાર્યક્રમ ચાલી રહેલ છે.ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફતેપુરા તાલુકા તલાટી મંડળ દ્વારા દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખશ્રી અતુલભાઈ ડોડીયા ની આગેવાની હેઠળ તલાટી કમ મંત્રીશ્રી દ્વારા કાળા કપડા પહેરી ફરજ પર હાજર રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા કલેકટર સહિત મુખ્યમંત્રી ગુજરાત સરકારને આવેદનપત્ર આપતા દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવી,તેમજ ફિક્સ પગાર યોજના(જ્ઞાન સહાયક, કરાર આધારિત)મૂળ અસરથી દૂર કરવી,સરકાર સાથે થયેલ સમાધાન પરંતુ બાકી રહેલ પ્રશ્નોનું નિરાકરણ સત્વરે કરવું,તેમજ તારીખ 1/4 /2005 પહેલા ભરતી થયેલ કર્મચારીઓને જી.પી.એફ અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો,કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી બધા ચાર્જ એલાઉન્સ,વતન પ�