સીમલીયા બુઝર્ગ ગામે જૂના મકાનની પથ્થરની દીવાલ રિપેર કરતી વેળાએ દીવાલ પડતાં એક ઇજાગ્રસ્ત.
વનરાજ ભુરીયા,ગરબાડા.
ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે માળ ફળિયામાં રહેતા ૪૨ વર્ષીય દિનેશભાઈ દલસિંગભાઇ પરમાર પોતાના કાચા મકાનની પથ્થરની દીવાલ માટીથી ચણી રહ્યા હતા ત્યારે દિવાલની ઊંચાઈ વધારે થઈ જતાં પથ્થરની દીવાલ દિનેશભાઈ પરમાર ઉપર પડી જતાં દિનેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી પથ્થરની દીવાલ ઉપર પડી હતી સદનસીબે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો ઈજાગ્રસ્તને પરિવારજનોએ એમબ્યુલેન્સ મારફતે ગરબાડા તાલુકાના નવા ફળિયા સામૂહિક આરોગ્ય ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો જેની તાત્કાલિક અસરથી મેડિકલ ઓફિસર આર.કે મહેતાએ તપાસ કરી સારવાર કરી હતી.