ગુજરાતમાં સૌ પ્રથમવાર દાહોદમાં 11 લાખના જંગી ઇનામ વાળી ક્રિકેટ ટુર્નામેન્ટ પલાસ પરિવાર તથા અન્ય આયોજકોના સહિયારા પ્રયાસથી યોજાઈ.

હારેલ ટીમને પણ રૂપિયા ત્રણ લાખનું પ્રોત્સાહન ઇનામ આપી હારેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.

દાહોદ જિલ્લામાં તો શું પણ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર દાહોદ જિલ્લા મથક એવા દાહોદમાં અમદાવાદ ઈન્દોર હાઇવે પર આરટીઓ કચેરી નજીક આવેલા વિશાળ મેદાનમાં દાહોદના પલાશ પરિવાર તેમજ કેટલાક આયોજકોના સહિયારા પ્રયાસથી 11લાખના જંગી ઈનામ વાળી ક્રિકેટ ટુર્નામેન્ટનું તારીખ 16, 17 અને 18 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. અને આ ટુર્નામેન્ટમાં ટીમ દીઠ પ્રવેશ ફી એક લાખ રૂપિયા રાખવામાં આવી હતી. દાહોદના યુવાનોમાં જાગૃતતા અને ઉત્સાહનું સિંચન કરવાના ઉમદા હેતુથી દાહોદના પલાસ પરિવાર દ્વારા રૂપિયા 11 લાખના ઇનામ વાળી ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 16, 17 અને 18 ફેબ્રુઆરીના રોજ યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી ડબલ સેવન ડબલ એઇટ ની ટીમ તથા સાંગા ઇલેવન ટીમ ગઈકાલે ફાઇનલમાં સામસામે ટકરાઈ હતી. આ બંને ટીમોએ ટુર્નામેન્ટમાં વિજયી બની રૂપિયા 11 લાખનું ઇનામ જીતવા માટે ખૂબ મહેનત કરી હતી. પરંતુ રમતમાં કોઈ એકની જ જીત થાય છે. તેમ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ડબલ સેવન ડબલ એઇટની ટીમે પ્રથમ બેટિંગ કરી 10 ઓવરમાં ચાર વિકેટના ભોગે 202 રન બનાવ્યા હતા. જ્યારે સાંગા ઇલેવને 10 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા હતા. આમ ડબલ સેવન ડબલ એઇટની ટીમ 27 રનને વિજયી બની હતી અને પલાસ કપ જીતી લઈ ₹11 લાખનું ઇનામ મેળવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં એક ખેલાડીએ સળંગ ત્રણ બોલમાં ત્રણ છક્કા મારી જાહેર કરેલ એક છક્કા દીઠ રૂપિયા 500 પ્રમાણે 3 છક્કાનું રૂપિયા 1500 નું રોકડ ઈનામ ચાલુ રમતે જ મેળવી રમતમાં રંગ જમાવ્યો હતો. આ ટુર્નામેન્ટ કિશનભાઇ પલાસ, ગોવિંદભાઈ પલાસ, રાણીભાઈ પલાસ, ફારુકભાઈ પટેલ, પોપટભાઈ માખીજાની વગેરે આયોજકોના સહિયારા સહકારથી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: