ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસીયાના યુવકનું છકડાની અડફેટે આવતા મોત.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના ઠુંઠીકંકાસીયાના યુવકનું છકડાની અડફેટે આવતા મોત

તારીખ 19-02-2024 આસરે સાંજના પાંચ વાગ્યાની આજુબાજુ ઠૂંઠીકંકાસીયાના યુવકનું છકડાની અડફેટે આવતા મોત થયેલ છે. મરણ પામનાર વિનોદ અર્જુન ગરાસિયા પોતાની અપાચી બાઇક GJ-27-H-3131 લઈ ધાવડીયા માછણ નદીના પુલ નજીકથી પસાર થઈ રહેલ હતાં તે દરમ્યાન એક લોડીંગ છકડો GJ-20W-7038 પુરઝડપે ગફલત રીતે હંકારતા બાઇક પર સવાર વિનોદભાઈનું એક્સિડન્ટ કરી છકડો સ્થળ પર મૂકી નાસી ગયેલ હતો. છકડાની અડફેટે આવતા વિનોદભાઈ ને શરીરના ભાગોમાં ગંભીર ઇજા થતાં તાત્કાલીક 108 મારફતે ઝાલોદ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતા. સરકારી હોસ્પિટલમાં લવાતા ઇજા વધુ ગંભીર હોવાથી વિનોદભાઈને વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા ત્યાં ડોક્ટર દ્વારા તપાસ કરાતા વિનોદભાઈનું મોત થઈ ગયેલ હતું. આ અંગે મૃતક વિનોદભાઈના પરિવાર દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામા આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: