હૈદરાબાદમાં વડતાલ સંપ્રદાય અને રામાનુજ સંપ્રદાયના આચાર્યોનું ભાવમિલન

નરેશ ગનવાણી નડિયાદ

સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલગાદી   પીઠાધિપતિ રાકેશપ્રસાદજી મહારાજ અને   રામાનુજ સંપ્રદાયના ચિન્નાજિયર સ્વામી (સ્ટેટ્યૂ ઓફ ઇક્વાલિટી ના સંસ્થાપક) સાથે બ્રહ્મોત્સવમાં જોડાયા. સ્ટેટ્યૂ ઓફ ઇક્વાલિટી – દિવ્ય મંદિરનું પરિસર સમગ્ર દેશના દિવ્ય સ્થળોનું દર્શન કરાવતુ આધ્યાત્મિક પરિસર છે. આ મંદિરના પ્રાંગણ માં ૧૦૮ દિવ્ય દેશ ના પાટોત્સવ પ્રસંગે યજ્ઞ નારાયણ ની આરતી માં ઉપસ્થિત પ.પૂ.આચાર્ય મહારાજ અને પૂજ્ય ચિન્ના જીયર સ્વામી જોડાયા હતા. મંદિર પરિસરમાં એક દિવ્ય અનુભવ થયો . આ પ્રસંગે પૂ. દેવપ્રકાશદાસજી સ્વામી (ચેરમેન વડતાલ ) સંતવલ્લભદાસજી સ્વામી(મુખ્ય કોઠારી વડતાલ)અને  શા. ભક્તિપ્રકાશદાસજી સ્વામી, વિવેક સ્વામી નીલકંઠ વિદ્યાપીઠ હૈદરાબાદ , શુકવલ્લભ સ્વામી ( હાદરાબાદ) જયરામભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચિન્નાજિયર સ્વામીએ મૂળ સંપ્રદાયના નવમા આચાર્ય તરીકે બિરદાવીને આચાર્ય મહારાજનું ભાવભીનુ સ્વાગત અભિવાદન કર્યુ હતુ. સંતોએ પણ વડતાલ સંપ્રદાયવતી હીર શાલ અને સંસ્કૃત ગ્રંથ અર્પણ કરીને ચિન્નાજીયર સ્વામીનું સ્વાગત કર્યુ હતુ. આ પ્રસંગે ડો. સંત સ્વામી અને શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાય અને રામાનુજ સંપ્રદાયની એક સૂત્રતાની શાસ્ત્ર ચર્ચા કરીને ચિન્નાજીયર સ્વામીના વૈદિક સંસ્કૃતિ માટેના કાર્યોને બિરદાવ્યા હતા.
આ પ્રસંગ પર થી બંને પીઠાધિપતિઓએ પરસ્પર સૌહાર્દ અને એકતા  સિદ્ધ કરીને ભક્તિસંદેશ પાઠવ્યો હતો. એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!