નડિયાદમાં મેળાનો પ્રારંભ, સંતરામ મંદિરમાં પૂનમના દિવસે દિવ્ય સાકરવર્ષા
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદસંતરામમંદિરમાં તા. ૨૪મીએ શનિવારે મહા પૂર્ણિમા દિવસે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજનો ૧૯૩
મો સમાધિ મહોત્સવ નિમિતે દિવ્ય સાકરવર્ષા યોજાશે. જેને લઇને મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ મહોત્સવ નિમિતે તા. ૨૩મીથી શક્રવારથી ત્રણ દિવસ મેળાનો પ્રારંભ થશે.
નડિયાદ સંતરામ મંદિરમાં સંતરામ
મહારાજના ૧૯૩ મો સમાધિ મહોત્સવતા. ૨૪મીએ મંદિરના મહંત રામદાસજી
મહારાજના સાંનિધ્યમાં યોજાશે. આ મહોત્સવ પૂર્વે મંદિરમાં સવારે ૭ કલાકે સંતરામ મહારાજસમાધિ સ્થાન ખાતે સમૂહમાં ગુરૂપાદુકા પૂજન યોજાશે. તા. ૨૪મીએ મહાપૂર્ણિમાના દિવસે સાંજે ૬ ક્લાકે મંદિર માં મહાઆરતી અને દિવ્ય સાકરવર્ષા થશે. મહાઆરતીબાદ પૂ. રામદાસજી મહારાજ દ્વારા સૌ પ્રથમસાકર
વર્ષા કર્યા બાદ શાખા મંદિરના સંતો તથા અન્ય સંતો તથા ૧૫૦ થીવધુ સ્વયં સેવકો દ્વારા મંદિરમાં સાકરવર્ષા કરવામાં આવશે. ૧૫૦૦ કિલો ઉપરાંત સાકર સાથે ૫૦૦ કિલો ઉપરાંત કોપરૂમિશ્રની વર્ષા કરવામાં આવશે. આ પ્રસંગે ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ મહોત્સવ અંતર્ગત શુક્રવારથી ત્રણ દિવસ લોકમેળાનો પ્રારંભ થશે. નગરના સંતરામ મંદિરના ચોગાન, ઈપ્કોવાલા ગ્રાઉન્ડ, ચેતક
ગ્રાઉન્ડમાં નાનામોટા ચગડોળ, સહિત ખાણી પીણીના સ્ટોલ, તેમજ દરેક ચીજ વસ્તુઓના ૨૦૦ થી વધુ નાના મોટા સ્ટોલ છે. યોજાનાર મેળાના કારણે સંતરામ
મંદિર વિસ્તારના રોડ ઉપર તા. ૨૨ મી ગુરૂવાર થી ર૬ ફેબ્રુઆરી સુધી વાહનોની અવર જવર માટે પ્રતિબંધ મુકવામાં
આવેલ છે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો પરથી વાહન લઇને અવર જવર કરવાની રહેશે. તેમજ ધાર્મિક મેળાને લઇને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.