વિશ્વકર્મા જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરાયું.
પ્રવીણ કલાલ ફતેપુરા
વિશ્વકર્મા જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરાયું.
ફતેપુરા પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં નાના બાળકો તેમજ ભાઈઓ બહેનો સર્વે સમાજના અગ્રણીઓએ સાથે રહી શોભાયાત્રા નું આન બાન સાન સાથે શોભા વધારી હતી શોભાયાત્રા મંદિરેથી લઈ મેઇન બજાર ઝાલોદ રોડ પાછલા પ્લોટ વિગેરે ફતેપુરા નગરમાં ફેરવી દરેક જગ્યાએ ભક્તોને દર્શન નો લાહવો આપી પ્રસાદ આપી દાદાના દર્શન દરેક આજુબાજુના રહીશોએ કર્યા હતા શોભાયાત્રામાં બહેનો દ્વારા રાસ ગરબા ની ધૂમ મચાવી હતી અને ફટાકડાઓ તેમજ બેન્ડવાજા સાથે આખા ગામમાં ફેરવી વિસર્જન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં કોઈ અનિશ્ચિત બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો