બાલાસિનોરનીઅંબિકા ફરસાણના સેમ્પલ ફેઇલથતાં 25,000નો દંડ.
સંજય જયસ્વાલ સંતરામપુર

બાલાસિનોરનીઅંબિકા ફરસાણના સેમ્પલ ફેઇલથતાં 25,000નો દંડ
જાન્યુઆરી માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા,બાલાસિનોર તાલુકા સહિત મહીસાગર જિલ્લામાં વિવિધ તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ પરથી જાન્યુઆરી મહિનામાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી અંબિકા ફરસાણના સેમ્પલ ફેઇલ થતાં 25000નો દંડ ફટકારાતા ફરસાણની દુકાનો સહિત મિલાવટ કરનારવેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.મળતી માહિતી અનુસાર બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા રાજપુર દરવાજા પાસે અંબિકા ફરસાણ સહિત અન્ય જગ્યાઓ પરથી જાન્યુઆરી મહિનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા. લેબોરેટરીમાં કોપરાપાકનુ સેમ્પલ સ્ટાન્ડર્ડ ફૂડ તરીખે પાસ ના થયાનો અહેવાલ મહીસાગર જિલ્લા અધિક નિવાસી કલેકટરને મોકલી આપવામાં આવ્યો હતો.રીપોર્ટના આધારે મહીસાગર અધિક નિવાસી કલેકટર દ્વારા અંબિકા ફરસાણ દુકાનના માલિકને રૂા.25,000નો દંડ ફટકાર્યો હતો. ફરસાણની દુકાનને દંડ ફટકારાની જાણ નગરમાં થતા ફરસાણની દુકાનો સહિત મિલાવટ કરનાર વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.રિપોર્ટર — સંજય જયસ્વાલ સંતરામપુર
