ધાનપુર તાલુકાના ગરીબ આદિવાસીનાં લાભાર્થે ફાળવાતું નાગરિક પુરવઠાનું અનાજ સસ્તા અનાજની દુકાનોમાંથી લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાની બૂમ.
વનરાજ ભુરીયા , ગરબાડા.
પ્રતિકાત્મક તસવીર…
રેશનકાર્ડ ધારકોને મેળવેલ જથ્થાની પ્રિન્ટ આપવમાં આવતી નથી,દુકાનદારો મનમરજીથી માત્ર પાંચ થી દસ દિવસ જ દુકાન ચાલુ રાખતા હોય છે.ધાનપુર તાલુકામા ગરીબ રેશનકાર્ડ ધારકો માટે સરકાર દ્વારા ફાળવાતો સરકારી અનાજ દુકાનોમાં પહોંચે તે પહેલા જ પુરવઠા વિભાગ અને સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારોની મિલીભગતમાં કાળા બજારમાં સગેવગે થતો હોવાની બૂમ ઉઠી છે. અંહીંના લોકો ખેતીમાં પિયત માટે કોઈ સુવિધા ન હોવાથી ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે પરંતુ તેમને પોતાનું ગુજરાન ચલાવવા માટે અન્હી ના આદિવાસી સમાજના લોકો મજૂરી માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નીકળી જતા હોય છે. સસ્તા અનાજનાં દુકાનદારો ગરીબ લાભાર્થીઓ પાસે રેશનકાર્ડ મેળવી લેતા હોય છે, જે તેઓ અન્ય જિલ્લામાં સ્થળાંતર થયા બાદ પણ તેમનાં રેશનકાર્ડમાં નિયમિત અનાજ ઉપાડી લેવાતો હોવાની વિગતો જાણવા મળી છે. હાલ ધાનપુર તાલુકાના મોટાભાગના આદિવાસીઓ રોજગારી મેળવવા સ્થળાંતર થઈ ગયા છે, તેમ છતાં તેમનાં હિસ્સાનો ફાળવાતું સરકારી અનાજ સગેવગે થાય છે તે તપાસનો વિષય છે.તેમજ સસ્તા અનાજની દુકાનો ના સંચાલકો દ્વારા રેશનકાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવતો નથી અને જ્યારે રેશનકાર્ડ ધારકોને મેળવેલ અનાજની કુપન પ્રિન્ટ પણ આપવામાં આવતી નથી અને સરકારના કોઈપણ ડર વિના બેફામ દુકાનો ચલાવે છે અને મહિનામાં માત્ર પાંચ થી દસ દિવસ જ સંચાલકો દુકાન ખોલતા હોય છે.સરકારે ગામદીઠ સરકારી દુકાનોની અનાજની વ્યવસ્થા ઉભી કરી છે પરંતુ ગરીબ આદિવાસીઓને પોતાનું હકનું અનાજ પણ નસીબ થતુ નથી. કેટલાક સંચાલકો દુકાનમાં અનાજ પણ ન લાવી બારોબાર કાળા બજારમાં જથ્થાબંધ વેચી રોકડી કરી આદિવાસીઓને અન્યાય કરી રહ્યા છે. દાહોદ જિલ્લા કલેકટર ધાનપુર તાલુકામાં આવેલી તમામ સસ્તા અનાજની દુકાનોમાં તપાસ કરે તો મસમોટું કૌભાંડ આવે તેમાં બેમત નથી. હવે જોવાનું રહ્યું કે દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે દ્વારા આ બાબતે તપાસ કરવા કરશે કે જે શે થે પરિસ્થિતિ યથાવત રહેશે.