કઠલાલ પાસે હાઇવે પર ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોનાં મોત નીપજ્યા

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના કઠલાલ નજીકના  અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ટેન્કરે બાઇકને અડફેટે લેતાં બાઇક સવાર અને પાછળ બેઠેલા બંનેનું મોત નિપજ્યું છે.

કઠલાલ નજીકથી અમદાવાદ-ઈન્દોર હાઈવે પર  ગુરુવારે ખોખરવાડા પાટીયા પાસે ઓવરબ્રિજ પાસે પુરપાટે આવતી ટેન્કરે બાઇકને અડફેટે લીધું હતું. જેના કારણે બાઇક ચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિ ફંગોળાઈને રોડ પર પડ્યા હતા અને  ટેન્કરના ટાયર નીચે બંને વ્યક્તિઓ આવી જતાં કચડાઈ ગયા હતા. જેના કારણે આ બંને વ્યક્તિઓનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. કઠલાલ પોલીસ અને ૧૦૮ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ અકસ્માતમાં  એક વ્યક્તિને ટાયર નીચે ટેન્કર ચાલકે ઢસડ્યો હતો. આ બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં  લાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મરણજનાર આ બંને યુવાનો છે જેઓના નામ જગદીશભાઈ રામાભાઈ સોલંકી અને સુરેશભાઇ રમણભાઈ ચૌહાણ બંને રહે દાણા અને આજે તેઓ લગ્ન પ્રસંગમાં નડિયાદ ખાતે મામેરુ હોય ત્યાં જતી વખતે અકસ્માત નડ્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વ્યક્તિઓના માંસના લોચા બહાર આવી ગયા હતા અને શરીરના બે ભાગ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: