આગામી દિવસોમાં લોકસાભાની ચૂંટણી માટે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા લોકસભાની બેઠક માટે સેન્સ પ્રક્રિયા નડિયાદ ખાતે જિલ્લા કલમમાં હાથ ધરાઈ હતી. નિરીક્ષકોની હાજરીમાં ખેડા લોકસભામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણીનીને લઈને ભાજપ સેન્સ લેવાની પ્રક્રિયા આજથી રાજ્યમાં શરૂ કરી દેવામાં આવી છે. ખેડા લોકસભામાં ૭ વિધાનસભા બેઠક છે. જેમાં માતર, નડિયાદ, મહેમદાવાદ, કપડવંજ, દસક્રોઇ, મહુધા અને ધોળકાના હોદ્દેદારોની નડિયાદ સ્થિત આવેલા કમલમમાં સેન્સ લેવામાં આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. જેમાં મુકેશભાઈ પટેલ રાજ્યકક્ષાના મંત્રી તેઓની સાથે પ્રદેશ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ અને પ્રદેશ એસસી મોરચા દેવેન્દ્ર વર્મા જેઓ કાર્યકર્તાઓ ની સેન્સ લેશે આ પ્રક્રિયામાં સંગઠનના અમદાવાદ અને ખેડા જિલ્લાના પ્રમુખને સાભાળવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સંગઠનના અલગ અલગ મોરચાના પ્રમુખ મહામંત્રીઓને પણ સંભાળવામાં આવ્યાં છે.