કપડવંજ શહેરમાં દબાણો દૂર કરવાને લઇને પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા

નરેશ ગનવાણી નડિયાદ

દબાણો મામલે સ્થાનિક ઉપરાંત કલેક્ટર કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઇ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી નથી જેથી સ્થાનિક રહીશ દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા.

કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ ઉપર આવેલા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણકારો દ્વારા દબાણ કરી દેવામાં આવ્યા છે. જેને લઇને અનેકવાર સ્થાનિકો દ્વારા દબાણ દૂર કરાવવા માટે સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા દબાણકારોને માત્ર નોટિસ આપી સંતોષ માની લેવામાં આવી રહ્યો છે. આ બાબતે જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં અરજી કરીને રજૂઆત કરવામાં આવી હોવાછતાં  આજદિન સુધી દબાણો હટાવવામાં આવ્યા નથી. અંતે કપડવંજ નગરપાલિકાના કાઉન્સિલર મનુભાઈ પટેલે જિલ્લા કલેકટરને દબાણ દૂર કરવા માટે અરજી કરી હતી. જે અન્વયે કલેકટર દ્વારા મામલતદારને દબાણ દૂર કરવા માટે હુકમ પણ કર્યો છે. તે વાતને બે વર્ષ ઉપરાંતનો સમયગાળો વિતી ગયો હોવાછતાં પણ દબાણો દૂર નહીં થતાં વોર્ડ નંબર ૬ ના જાગૃત નાગરિક નયનભાઈ પટેલ સવારના ૯ કલાકથી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. આ બાબતે નયનભાઈ પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગેરકાયદે કરાયેલા દબાણો દૂર નહીં કરાય ત્યાં સુધી હું રાત – દિવસ અહીં બેસી રહીશ અને મારું આંદોલન ચાલુ રાખીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: