અમદાવાદ-ઇન્દોર હાઇવે પર લકઝરી બસમાથી દેશી પિસ્તોલ સાથે એક ઇસમ ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ
મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર બાતમીના આધારે પસાર થતી એક લક્ઝરી બસમાં સવાર એક મુસાફર પાસેથી દેશી પિસ્ટલ પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે શખ્સની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સેવાલિયા પોલીસ સોમવાર રાતે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવેલ મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ખાનગી લકઝરી બસ ઉજ્જૈન થઈ જઇ રહી છે. જેમાં એક શખ્સ ઘાતક હથીયાર લઇને સવાર છે. બાતમીના આધારે ઉપરોક્ત લક્ઝરી બસ ગોધરા તરફથી આવતા લક્ઝરી બસને ઉભી રાખીને પોલીસે લક્ઝરી બસની તલાશી લેતા બસમાં ૧૨ નંબરની સીટ પર બેઠેલા મૂસાફર પોલીસને જોઇ આઘો-પાછો થતો હતો. પોલીસને શંકા જતા મૂસાફરની પુછપરછ કરી હતી. જેણે પોતાનુ નામ અશોકગીરી પ્રકાશગીરી ગોસ્વામી રહે. મધ્ય પ્રદેશ જણાવ્યું હતું પોલીસે તલાસી લેતા દેશી પિસ્ટલ મળી આવી હતી. પોલીસે અશોકગીરીની અટકાયત કરી દેશી પિસ્ટલ રૂ. ૨૫ હજાર, મોબાઇલ રૂ. ૪ હજાર રોકડ રૂ. ૬૫૦ મળી કુલ રૂ. ૨૯ હજારનો ૬૫૦ મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.