પરિણીતાનું ૪ મહીના બાદ પરિવાર સાથે પુન: મિલન કરાવતું દાહોદનું સખી વન સ્ટોપ સેન્ટર

દાહોદ તા.26
હાલ કોરોના વાયરસની મહામારીને અંકુશમાં લેવા સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે, તંત્રની સાથે ભારત સરકાર પુરસ્કૃત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલીત દાહોદના સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ સતત ૨૪ કલાક પોતાની સેવા આપી રહ્યુ છે. આવા એક કેસમાં એક પરિણીતાને ચાર માસ તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
વાત એવી છે કે તાજેતરમાં જ સાગટાળા જંગલમાં એક બહેન લાકડા વિણવા ગયેલ તે સમયે તેમણે બિમાર હાલતમાં આશરે ૨૪ વર્ષની એક બહેન મળી આવી હતી. ત્યારે સાગટાળા પોલીસ સ્ટેશનનમાં તેને સોપવામાં આવી હતી. ત્યાંથી બહેનને તાત્કાલીક આશ્રય માટે તથા પરીવાર સાથે પુન: મિલન થાય તેવા આશયથી સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે તા.૨૨/0૫/૨૦૨૦ રાત્રીના ૯ કલાકે મુકવામાં આવી હતી.
તે દરમિયાન પોલીસ દ્વારા જણાવેલ કે બહેન બોલી કે સાંભળી શકતા નથી જેથી તેને તાત્કાલીક ધોરણે આશ્રય આપ્યા બાદ તબીબી સહાય પુરી પાડેલ ત્યાર બાદ બીજે દિવસે ફરજ પર હાજર રહેલ કેન્દ્ર સંચાલક તથા કેસ વર્કર દ્વારા બહેન સાથે પ્રેમપૂર્વક હુફ આપીને વાતચીત કરતા જાણવા મળેલ કે બહેન બોલી અને સાંભળી શકે છે. તથા તે ગામ- જાંબુઘોડા તાલુકાના કોહીવાવના વતની હોવાનું જાણવા મળ્યું હતું. બહેનના લગ્ન થઈ ગયેલ છે તેમજ તેમના પતિ તથા સસરાનું નામ જણાવેલ,
જેના આધારે “ સખી ” વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા જાંબુધોડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યા બાદ જાંબુધોડા તાલુકાનાં કોહીવાવ ગામની ખરાઈ કર્યા બાદ તેમના પરીવારનો સંપર્ક કરતા જાણવા મળેલ કે બહેન ૪ માસના પોતાના દિકરાને મુકીને ઘરે કોઈને પણ કહ્યા વિના છેલ્લા ૪ મહીનાથી નિકળી ગયેલ છે. આ હકીકત જાણ્યા બાદ બહેનના પરીવારને દાહોદ ખાતે બોલાવી, આધાર પુરાવાની ખરાઈ કર્યા બાદ બહેનનું પરીવાર સાથે ૪ મહીના બાદ પુન: મિલન કરાવવામાં સફળતા મળી હતી.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!