નડિયાદમાં આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરમાં દ્રાક્ષ ના શણગાર કરવામાં આવ્યા
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના નવા બસસ્ટેન્ડ પાસે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ૧૪૦ વર્ષ જુનું છે. આ મંદિરમાં દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે જેમાં આ શનિવારે ૫૧ કિલો દ્રાક્ષ ના શણગાર કરવામાં આવ્યા છે .જેમાં કાળી દ્રાક્ષ લાંબી દ્રાક્ષ અને ગોડ દ્રાક્ષ નો ઉપયોગ કરવામાં આવ્યો. ભક્તોએ આ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો શણગારના દર્શન કરવા આવે છે