નડીઆદની એસએનવી કિડ્સ ખાતે કિડ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ

કિડ્સ કાર્નિવલમાં બે વર્ષથી લઈને આઠ વર્ષનાં બાળકોને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ નોંધનીય બાબત એ હતી કે બાળકોની સાથે જ એમના વાલીઓ પણ એટલા જ આનંદ અને ઉત્સાહ સાથે એમાં જોડાયા હતા. કાર્નિવલમાં અનેક પ્રકારની રમતો હતી. જે રમવાથી બાળકોની એકાગ્રશક્તિ, નિયત સમયમાં કામ પૂરું કરવાની આવડત, નિશાન લેવાની ક્ષમતા, વગેરે વિકસે તેવું ધ્યાનમાં રાખી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. (લર્નિંગ વિથ ફન) સાથે સાથે ચિત્રકળા (બુકમાર્ક બનાવવા), કાગળકળા (ઘડિયાળ, માછલી, કૂતરો, વગેરે બનાવવા), વગેરેનું પણ આયોજન કરાયું હતું. શોર્ટ મુવીઝ પણ સ્કૂલમાં આવેલા લર્નિંગ થિયેટરમાં દર્શાવવામાં આવી હતી. બાળકો માટે જુદી જુદી રાઇડ્સ પણ રાખવામાં આવી હતી. એક મુખ્ય આકર્ષણ નાનાં બાળકો દ્વારા બનાવાયેલી સ્વાદિષ્ટ વાનગીઓનું હતું. માસ્ટર શેફ ની ટોપી પહેરેલાં બાળકોને જોવા એક લ્હાવો હતો. ફોટો બૂથમાં બાળકોએ મ્હોરાં, જુદા જુદા ચશ્માં, ટોપી, વગેરે પહેરી ફોટો પડાવવામાં અનેરો આનંદ માણ્યો હતો. બાળકો અને વાલીઓએ ડીજેના તાલે ઝૂમવાનો પણ ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. આનંદ અને ઉમંગ સાથે મિત્રતા, સહકાર, ખેલદિલી, વગેરે જેવા ગુણોનો વિકાસ આવા ઉત્સવ દ્વારા થાય એ આ કિડ્સ કાર્નિવલનો મુખ્ય હતું હતો.
