નડિયાદમાં ગુર્જર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ દ્વારા ૧૨મા સમુહ લગ્નનું આયોજન કરાયુ
નરેશ ગનવાણી નડિયાદ

ગુર્જર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ નડિયાદ દ્વારા ૧૨માં સમુહલગ્નનું આયોજન સંતરામ મંદિરના પટાગણમાં કરવામાં આવ્યું હતું. આ સમુહ લગ્નમાં ૮ યુગલ જોડાયા હતા. સમુહલગ્નના દાતાઓ તરફથી સોનાની ચુની, ચાંદીના સિક્કાઓ, તિજોરી, બેડ, માઇમાટલું, કુકર, તાંબાના લોટા, તાંબાનુ તરભાણું, બે-બે ખુરશીઓ ઉપરાંત ઘરવરીની જીવન જરૂરિયાત વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજુભાઇ મગનભાઇ પ્રજાપતિ-આણંદ, ડો.જગદીશભાઇ પ્રજાપતિ, અક્ષય અરવિંદભાઇ પ્રજાપતિ સોજીત્રા, કનુભાઇ પ્રજાપતિ મહેમદાવાદ તથા અન્ય મહાનુભાવો દ્વારા નવયુગલોને આર્શિવચન પાઠવ્યા હતા. અને સમુહલગ્નમાં દાતા બન્યા હતા. ગુર્જર પ્રજાપતિ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઇ પ્રજાપતિ, ઉપપ્રમુખ છોટાભાઇ પ્રજાપતિ, મંત્રી મોહનભાઇ દલવાડી, ખજાનચી હસમુખભાઇ પ્રજાપતિ તથા કારોબારી સભ્યોમાં હિતેશભાઇ દલવાડી (અંબિકા સ્વીટમાર્ટ), સોમાભાઇ દલવાડી, ધર્મેન્દ્રભાઇ પ્રજાપદિ (એડવોકેટ), ઇન્દુભાઇ પ્રજાપતિ, દેવાંગ પ્રજાપતિ, ઇન્દ્રવદન દલવાડી, જીગર પ્રજાપતિ (એડવોકેટ), મહેશ પ્રજાપતિ, અશોકભાઇ પ્રજાપતિ, પ્રમોદભાઇ દલવાડી, હસમુખભાઇ પ્રજાપતિ વિગેતે તથા મહિલા મંડળના પ્રમુખ શિતલબેન ઉપપ્રમુખ રાજેબેન તથા અન્ય મહિલા મંડળની બહેનોએ આ સમુહ લગ્નમાં ભારે જહેમત ઉઠાવી હતી.
