સંજેલી તાલુકા ના જુસ્સા ગ્રામ પંચાયતનું સાંસદ ,ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું.
કપિલ સાધુ સંજેલી
સંજેલી તાલુકા ના જુસ્સા ગ્રામ પંચાયતનું સાંસદ ,ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
જુસ્સા નવીન ગ્રામ પંચાયતને ડિઝાઇનિંગ થી તૈયાર કરેલ હોય તેવી નવીન ભવન જોવાતા નવીન ગ્રામ પંચાયત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની. સંજેલી તાલુકાના જુસ્સા ગ્રામ પંચાયત ખાતે નવીન બનાવેલ ગ્રુપ ગ્રામ પંચાયત ભવનનું ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ, જુસા ગ્રામ પંચાયતના સરપંચ માનસિંગભાઈ રાવત, એપીએમસી ચેરમેન જશુભાઈ બામણીયા, ડિરેક્ટર મહેન્દ્રભાઈ પલાસ, પ્રફુલ રાઠોડ, ડેપ્યુટી સરપંચ, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો તેમજ જિલ્લા પંચાયત સભ્યો સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.