દેવગઢ બારીયા તાલુકાના દુધીયા ગામે પોલિસે રૂપિયા ૮,૭૩,૧૮૦ની કિમતના વિદેશી દારૂની પેટીં નંગ-૧૮૯ સાથે બોલેરો પીકપ ડાલા ગાડી પકડી પાડી

દાહોદ, તા.ર૭
દેવગઢ બારીયા તાલુકાના દુધીયા ગામે પોલિસે રૂપિયા ૮,૭૩,૧૮૦ની કિમતના વિદેશી દારૂની પેટીં નંગ-૧૮૯ સાથે બોલેરો પીકપ ડાલા ગાડી પકડી પાડી કબજે લીધાનું જાણવા મળેલ છે.
એક મહિન્દ્રા બોલેરો પીકપ ડાલા ગાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો લવાતો હોવાની સાગટાળા પોલિસને મળેલ બાતમીના આધારે સાગટાળા પોલિસ પોતાના સ્ટાફના પોલિસ કર્મીઓેને સાથે લઇ દેવગઢ બારીયા તાલુકાન દુધીયા ગામે રોડ પર ગત રાતના સવા અગીયાર વાગ્યાના સુમારે નાકાબંધી કરી આવતા જતાં નાના-મોટાં તમામ વાહનો પર બાજ નજર રાખી ઉભી હતી તે દરમ્યાન રાતના પોણો વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ નહિન્દ્રા બોલેરો પીકપ ડાલા ગાડી દુરથીજ નજરે પડતાં નાકા બંધીમાં ઉભેલ પોલિસ સાબદી  બની હતી તે સમયે બોલેરો પીકપ ડાલા ગાડીના ચાલકે દુરથીજ પોલિસની નાકા બંધી જાઇ લેતાં તે પોતાના કબજાની ગાડી મૂકી નાસીગયો હતો જે ગાડી પોલિસે પકડી પાડી ગાડીની તલાસી લઇ તેમાંથી રૂપિયા ૮,૭૩,૧૮૦-ની કુલ કિંમતની કીંગ વ્હીસ્કીની ૭૫૦ મી લી ની પ્લાસ્ટીકસની બોટલ નંગ-૨૨૬૮ ભરેલ પેટી નંગ-૧૮૯ ઝડપી પાડી સદર દારુની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૪ લાખની કિંમતની બોલેરો પીકપ ડાલા ગાડી મળી રૂપિયા ૧૨,૭૩,૧૮૦-નો મુદ્દામાલ કબજે લીધો હતો.
આ સંદર્ભે સાગટાળા પોલિસે પ્રોહીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!