નડિયાદ સી બી પટેલ આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ ખેલકૂદ રમતોત્સવમાં મેડલ જીત્યા
નરેશ ગનવાણી નડિયાદ

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર દ્વારા આયોજિત અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત સરદાર પટેલ યુનિવર્સિટી આંતર કોલેજીયટ ખેલકૂદ રમતોત્સવ ૨૦૨૩-૨૪નું આયોજન બાકરોલ ખાતે કરવામાં આવેલ જેમાં ખેલકુદની વિવિધ ઇવેન્ટમાં નડિયાદની સી બી પટેલ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાંથી પરમાર વિપુલભાઈ શનાભાઈ કે જેઓએ ૧૦કિલોમીટર દોડ ૦૦:૩૬:૫૩ સેકન્ડમાં માં પૂરી કરી તેઓ પ્રથમ સ્થાને રહેલ જ્યારે ૧૫૦૦ મીટર દોડ ૦૪:૩૧:૩૧ માં પૂર્ણ કરતા બીજા સ્થાને રહેલ બહેનોમાં જમોડ પાયલબેન રમેશભાઈ ઊંચીકુદમાં ૧.૫૫ મીટરની ઊંચાઈ સફળતાપૂર્વક પૂર્ણ કરીને તેઓ પ્રથમ સ્થાને રહેલ જ્યારે બારૈયા અલ્પેશભાઈ બરછીફેંકમાં બરછીને ૩૫.૧૨ મીટરના અંતરે ફેંકીને ત્રીજા સ્થાને રહેલ જેઓ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના વિવિધ હોદેદારોએ પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. તેઓની આ સિદ્ધિએ કોલેજનું ગૌરવ વધારેલ છે જે બદલ કોલેજના આચાર્ય ડો .મહેન્દ્રકુમાર દવે, ડો. પ્રકાશભાઈ રાઠવા, સી બી પટેલ આર્ટસ કોલેજ પરિવારના સર્વે સભ્યોએ અભિનંદન પાઠવ્યા તેઓ ઉત્તરોઉત્તર વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી.
