પરિણીતાને પાંચ લાખ અને કારની માગણી કરતાં સાસરીના ચાર સભ્યો સામે ફરીયાદ
નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજની પરીણીતાને ભુખી તરસી એક રૂમમાં પુરી દીધી. આખી રાત રૂમમાં રહ્યા બાદ પરીણીતાન સવારે બહાર કાઢી હતી. આ મામલે પરીણિતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ એમ ચાર સભ્યો વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કપડવંજમાં રહેતી યુવતીના લગ્ન કઠલાલના યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ સાસરીમાં પરીણિતાને પોતાના સાસુ, સસરા અને પતિ તેમજ નણંદે રસોઈ બનાવતા આવડતું નથી તેમ કહી ત્રાસ આપવા લાગ્યા અને મારઝૂડ કરવા લાગ્યા જોકે આ તમામ ત્રાસ પીડિતા મૂંગા મોઢે સહન કરતી હતી. ૨૬ જાન્યુઆરીના રોજ સાસરિયાના સભ્યોએ પિયરમાંથી રૂપિયા પાંચ લાખ અને કારની માગણી કરી હતી. જોકે પીડીતાએ આ માગણી ન સંતોષતા મારઝૂડ કરી હતી અને પરીણીતાને ભુખી તરસી એક રૂમમાં પુરી દીધી. એક રાત રૂમમાં રહ્યા બાદ પરીણીતાન સવારે બહાર કાઢી હતી. ત્યારબાદ પીડીતા પિયરમાં આવી ગઈ હતી. આથી આ બનાવ મામલે પીડીતાએ ગઇ કાલે કપડવંજ ટાઉન પોલીસમાં પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ એમ ૪ સભ્યો વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.
