નડિયાદના મીલ ફાટક પાસે રાષ્ટ્રીય પક્ષી મોર ટ્રેનની અડફેટે આવી જતાં મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં સવારે નવી મીલ ફાટક પાસે પસાર થતી ટ્રેનની અડફેટે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નિપજ્યાનો બનાવ બન્યો હતો.
આ બનાવની જાણ રેલવે પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
નડિયાદમાં નવી મીલની ફાટક પાસે શુક્રવારની સવારે તેજસ એક્ષપ્રેસ ટ્રેન પસાર પસાર થઈ રહી હતી ત્યારે ઉડીને આવતો મોર તેજસ ટ્રેનની અડફેટે આવી ગયો હતો ઘાયલ મોરને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહને સન્માન પૂર્વક અંતિમવિધિ કરવામાં આવી હતી.