રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા ધોરણ.૧૦-૧૨ ના વિધૉથીઓ ને આપેલ શુભેચ્છાઓ
સમાચાર.
રિપોર્ટર નાઝીયા પઠાણ
દાહોદ. માનવસેવા તથા સમાજ ઉપયોગી વિવિધ લક્ષી રચનાત્મક કાયૅ કરતી સ્વૈચ્છીક સંસ્થા રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા તાજેતરમાં યોજાનાર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોડૅ ની ધોરણ ૧૦ અને ૧૨ ના વિધૉથીઓ ને જવલંત અને સારા ગુણ થી ઉત્તીર્ણ થઈ સફળતા પ્રાપ્ત થાય તે તે માટે નો શુભેચ્છા કાયૅક્રમ સંસ્થા ના પ્રમુખ ડો.નરેશ ચાવડા ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ શુભેચ્છા કાયૅક્રમ મા બીરસા મુન્ડા ભવન દાહોદ ના સહમંત્રી અને સામાજિક આગેવાન રાજેષભાઈ ભાભોર તથા એકલ્વય સ્પોર્ટ્સ અને એજયુકેશન ફાઉન્ડેશન દાહોદ ના પ્રમુખ રમણભાઈ મેડા ઉપસ્થિત રહી વિધૉથીઓ ને શુભેચ્છાઓ આપી હતી