અનાસ રેલ્વે સ્ટેશન નજીક કોઈ અજાણી સ્ત્રી ટ્રેન માંથી પડી જતા મોત નીપજતા રેલ્વે પોલીસે પરિવારને શોધ ખોડનો ચક્રો ગતીમાન કર્યો
રિપોર્ટર. અજય. સાંસી
આજરોજ તા ૦૯.૦૩.૨૦૨૪ રવિવારના રોજ વાત કરીયેતો દાહોદ નજીક અનાસ રેલ્વે સ્ટેશન નજીક કોઈ પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરતી સ્ત્રી મુસાફરી કરતા દરમિયાન અકસ્માતે ચાલુ ટ્રેનમાં પડી જતા સ્ત્રીનું મોત નીપજ્યું.અનાજ રેલ્વે સ્ટેશન નજીક કોઈ પેસેન્જર ટ્રેન માંથી કોઈ અજાણી સ્ત્રી પડી જતા મોત નીપજ્યાની જાણ દાહોદ રેલ્વે પોલિસને કરતા રેલ્વે પોલીસ તાતકાલિક ઘટના સ્થળે પહોંચી લાસનો કબ્જો મેળવી મૃતદેહને પી એમ અર્થ ખસેડી યુવતીના પરિવારને શોધ ખોડનો ચક્રો ગતીમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે તે અજાણી સ્ત્રીની ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષ શરીરે ગુલાબી.કલરનું જેકેટ તથા ગુલાબી કલરનું શર્ટ તથા કમરે ફૂલ ડિઝાઇન વાળું લેંગીઝ જેને ડાબા હાથ ઉપર ઓમ તથા સ્ટાર કોતરાવેલ છે બાંધો મધ્યમ. ઉંચાઈ ૪.૫ ફિટ છે જે કોઈ આ સ્ત્રીને ઓળખતું હોય તો દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનએ સંપક્ર કરવા જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે