ફતેપુરા તાલુકાના હડમતના ગળી ફળિયામાં અજાણ્યા વાહનની ટક્કરે દીપડા નું મોત

રિપોર્ટર શબ્બીરભાઈ સુનેલવાલા

     દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં જંગલ વિસ્તારના વૃક્ષો નામશેષ થતાં જંગલી પશુ પંખીઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ નીકળી આવવાના અનેકવાર કિસ્સા બની ચૂક્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે અગાઉ વટલી તથા મોટી રેલ પૂર્વમાં જંગલી પશુ દ્વારા બકરાઓનું મારણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.જ્યારે શુક્રવાર રાત્રિના ખોરાકની શોધમાં હડમત તરફ નીકળી આવેલા દીપડા ને ઝાલોદથી સંતરામપુર તરફ જતા હાઇવે માર્ગ ઉપર કોઈ અજાણ્યા વાહનની અડફેટમાં આવતા દીપડાનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.ફતેપુરા તાલુકા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ મૃત દીપડાનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
      જાણવા મળેલ વિગતો મુજબ ઝાલોદથી સુખસર થઈ સંતરામપુર તરફ જતા હાઇવે માર્ગ ઉપર હડમત ગામના ગળી ફળિયા પ્રાથમિક શાળાની સામે વળાંકમાં ગતરોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં નીકળી આવેલા દીપડા એ રોડ ક્રોસ કરવા જતા કોઈક અજાણ્યા વાહનની અડફેટમાં આવેલા દીપડાનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જેની જાણ ફતેપુરા તાલુકા ફોરેસ્ટ ખાતાને કરાતા ત્યાંથી કર્મચારીઓ તાત્કાલિક હડમત ગામે આવી પહોંચ્યા હતા.અને કાયદેસરની કાર્યવાહી કરી મૃત દીપડાનો કબજો મેળવ્યો હતો.ત્યારબાદ આ મૃત દીપડાની સરકારના નિયમો મુજબ અંતિમવિધિ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.હડમત ગામમાં વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું હોવાની વાત આસપાસના વિસ્તારમાં વાયુવેગે ફેલાતાં જંગલી ખૂંખાર પશુઓ માનવ વસ્તી તરફ નીકળી આવતા હોવાની પૃષ્ટિ થતાં પ્રજામાં ભઈનો માહોલ પણ સર્જાયો છે.જ્યારે ગત રાત્રિના મોતને ભેટેલ દીપડાદ્વારા કોઈપણ પ્રકારની જાનહાની કરતા પહેલા વાહનની ટક્કરે મોત નીપજતા લોકોએ હાશકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: