પશુ ચરાવા ગએલી બાળકી પાણી પીવા જતાં કેનાલમાં પગ લપસી જવાથી ડૂબી ગઇ
નરેશ ગનવાણી નડિયાદ

વિરપુરના ધોરાવાડ ગામની સીમમાં પસાર થતી કેનાલમાં શનિવારે બાળકી પશુ ચરાવી ઘરે પરત આવતા કેનાલમાં પાણી પીવા ગઇ હતી. ત્યારે પગ લપસી જતાં કેનાલના પ્રવાહમાં ડૂબી ગઈ હતી.આ બનાવની જાણ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને કરતા સ્થળ પર પહોંચી બાળકની શોધખોળ હાથ ધરી હતી. જો કે મોડી સાંજ સુધી બાળકીની કોઈ ભાળ મળી ન હતી.
ધોરાવાડા ગામેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ધો-પાચ માં ભણતી કલ્પનાબેન ભીખાભાઈ પશુ ચરાવી ઘરે પરત આવી રહ્યી હતી. તે સમયે કેનાલમાં પાણી પીવા જતા બાળકીનો પગ લપસી ગયો હતો અને બાળકી કેનાલના પાણીના પ્રવાહમાં તણાઈ ગઇ હતી. કેનાલમાં બાળકી ડૂબી હોવાની ખબર ગ્રામજનોને થતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા વિરપુર પોલીસ સ્ટેશન અને મામલતદારને ઘટનાની જાણ કરવામાં આવતા સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ સ્થળ પર આવી પાણીના પ્રવાહમાં ગુમ થયેલ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. વીરપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
