નડિયાદ બ્રહ્માકુમારીઝ ભંવન ખાતે ભજન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ

શિવરાત્રી અને આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બ્રહ્માકુમારીઝ ભવનમાં ભજન સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં એક થી ત્રણ વેજેતા ભજન મંડળોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
નડિયાદમા બ્રહ્માકુમારીઝ પ્રભુશરણમ ખાતે શુક્રવારે શિવરાત્રી અને આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે
શિવ ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લામાં થી આવેલા ૧૨ જેટલા ભજન મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં
પ્રથમ પુરસ્કાર – ગાયત્રી ભજન મંડળ નડિયાદ, દ્વિતીય – ગીતા ભજન મંડળ, સલુણ, તૃતીય – શિવ ભજન મંડળ, સલુણ
આ મંડળોને સંસ્થાના ઈન્ચાર્જ રાજયોગીની બી.કે. પૂર્ણિમાબેન દ્વારા ભજન સ્પર્ધાના વિજેતા મંડળોને
પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં ઉપસ્થિત સર્વ ભજન મંડળોને શુભભાવના-શુભકામના વ્યક્ત કરી.
