મતદાન જાગૃતિ અભિયાન ૨૦૨૪ દાહોદસ્વિપ અંતર્ગત ફતેપુરા તાલુકા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
મતદાન જાગૃતિ અભિયાન ૨૦૨૪ દાહોદસ્વિપ અંતર્ગત ફતેપુરા તાલુકા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા મતદાન મથક બાર સાલેડા ખાતે ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો મતદાન પ્રત્યે જાગૃતિ અંગેના બેનરો લગાડવામાં આવ્યા છે. 129 – ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી -2022 દરમ્યાન જે બુથ પર 50% કરતાં ઓછું મતદાન થયું તેવા મતદાન મથકની મુલાકાત અને આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચુંટણી-2024 માં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગ્રામજનો, બી.એલ.ઓ અને સરપંચશ્રી અને ગામના સભ્યો સાથે મિટિંગ કરી વધુમાં વધુ મતદાન થાય તે માટે જાણકારી આપવામાં આવી હતી. મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નો સબબ બેનર અને સ્ટીકરો દ્વારા “સ્વીપ એક્ટિવિટી” કરવામાં આવેલ છે.