ધાનપુર પોલીસે ધાનપુરના કાંટુ ગામેથી રૂપિયા ૫૧,૮૪૦ નો વિદેશી દારૂ ઝડપી પાડયો.
રિપોર્ટર:- વનરાજ ભુરીયા

ધાનપુર પોલીસ મથકના પીએસઆઈ એન.એન.પરમાર સ્ટાફના કર્મચારીઓ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. એન.એન. પરમાર ને મળેલ ચોક્કસ ખાનગી બાતમી હકીકત આધારે કાંટુ ગામેથી મકાનની પાછળના ભાગે સુકા ઘોસના ઢગલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ટીન બીયરની કુલ બોટલ નંગ-૪૩૨ ની કુલ કિ.રૂ.૫૧,૮૪૦/-નો પ્રોહી મુદામાલ ઝડપી પાડી આરોપી પ્રતાપભાઇ ધનાભાઇ મોહનીયા ની વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
