ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે ગ્રામજનો બી એલ ઓ અને સરપંચ સાથે મીટીંગ યોજાઈ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે ગ્રામજનો બી એલ ઓ અને સરપંચ સાથે મીટીંગ યોજી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી માં વધુમાં વધુ મતદાન થાય તે માટે મીટીંગ યોજાઇફતેપુરા મામલતદાર એન એસ વસાવાની ઉપસ્થિતિમાં મિટીંગ યોજાઈ
આજ રોજ તારીખ 13.03.2024 ના રોજ મામલતદાર ફતેપુરા એન એસ વસાવા અને નાયબ મામલતદાર મતદાર યાદી પટેલ ની ઉપસ્થિતિમાં 129 – ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી -2022 દરમ્યાન જે બુથ પર 50% કરતાં ઓછું મતદાન થયું તેવા મતદાન મથકની મુલાકાત અને આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચુંટણી-2024 માં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગ્રામજનો, બી.એલ.ઓ અને સરપંચશ્રી અને ગામના સભ્યો સાથે મિટિંગ કરી વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારો અને ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા