લોકડાઉનમાં મિટિંગ , સંપર્કના સ્વરૂપ બદલાયાં : આગામી કાર્યક્રમો ને લઇ દાહોદ ભાજપ ની ઓડિયો બ્રિજ થી મિટિંગ યોજાઈ
ધ્રુવ ગોસ્વામી / ગગન સોની
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ સમગ્ર કાર્યક્રમોના ઇન્ચાર્જ નરેન્દ્રભાઇ સોની તેમજ દીપેશભાઈ લાલપુરવાલા એક અખબારી નિવેદનમાં જણાવે છે કે પાર્ટીના આગામી કાર્યક્રમોને લઇ ઓડિયો બ્રિજથી મિટિંગ યોજાઈ હતી જેમાં
વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પોતાના કાર્યકાળનું એક વર્ષ પૂરું કરી ચુકી છે આ વખતે પાર્ટીએ બીજા કાર્યકાળની પહેલી વર્ષગાંઠ ડીજીટલ માધ્યમથી મનાવવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે કોરોના મહામારીને કારણે કોઈ પણ સાર્વજનિક કાર્યક્રમ કરવામાં નહીં આવે.પરંતુ
વર્ચ્યુઅલ રેલી અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે
ભાજપા કાર્યકર્તાઓ તેમજ શુભેચ્છકો વર્ચ્યુઅલ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. તેમજ
પીએમ મોદીનો પત્ર દાહોદ જિલ્લાના બે લાખ ઘરો સુધી પહોંચાડવામાં આવશે
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડડાજી ના નિર્દેશ પર શ્રીવડાપ્રધાન મોદી દ્વારા લિખિત પત્ર જેમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, વિશ્વકલ્યાણ હેતુ ભારતની ભૂમિકા અને કોવિડ-૧૯ના સંક્રમણથી બચાવ માટે સાવચેતી અને સ્વસ્થ રહેવા માટે સારી આદતોના સંકલ્પના આહ્વાનને ૧૦ કરોડ ઘરો સુધી તેમજ દાહોદ જિલ્લામાં 2 લાખ ઘર સુધી પત્ર તેમજ માસ્ક પહોંચાડવામાં આવશે. સાથે પત્ર વહેંચતી વખતે કાર્યકર્તાઓ બબ્બેના સમુહમાં જ રહે અને કન્ટેન્મેન્ટ ઝોન, ક્વોરન્ટાઇન સેન્ટરો અને સાર્વજનિક જગ્યાઓથી દૂર રહે.તેની ચોકસાઈ રાખવા જણાવ્યું છે.
કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ વર્ચ્યુલ પ્રેસ કોન્ફરન્સ ફેશબુક , વીડિયો કોંફ્રન્સ , જેવા ડિજિટલ માધ્યમો દ્વારા કરશે. ભાજપા અધ્યક્ષ પણ ફેસબુક લાઈવ કરીને ભાષણ આપશે.આ ઓડિયો બ્રિજમાં પ્રદેશ ના પ્રભારી , જીલ્લા પ્રમુખ , સાંસદ , મંત્રીશ્રી ,ધારાસભ્યો પણ જોડાઈ માર્ગદર્શન આપ્યું હતું.
#Sindhuuday News

