લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આર્ટસ કોલેજ ફતેપુરા ખાતે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આર્ટસ કોલેજ ફતેપુરા ખાતે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો*
લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે. દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વીપ કાર્યક્રમ અને મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
ફતેપુરા તાલુકાની આર્ટસ કોલેજ ખાતે પણ કોલેજના યુવાઓ મતદાન અંગે જાગૃત થાય તે માટે આવનાર લોકસભા ચુંટણીને ધ્યાને રાખી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી એ.એ.બારિયાએ કોલેજના યુવાઓને ૧૦૦ ટકા મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરતા તેમણે ઉમેર્યું હતું કે, લોકશાહીનો અવસર એ અનેરો અવસર છે ત્યારે પાત્રતા ધરાવતા તમામ લોકોએ અવશ્ય મતદાન કરવું જોઇએ અન્યને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.આ કાર્યક્રમ દરમ્યાન હું મતદાન કરીશ ના સૂત્ર સાથે સહી ઝુંબેશ કરવામાં આવી હતી તેમજ આગામી તમામ ચૂંટણીઓમાં અચૂક પણે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે સૌએ પ્રતિજ્ઞા કરી હતી.
આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી વસાવા, આર્ટસ કોલેજના આચાર્ય શ્રી ચરપોટ સહિત નાયબ મામલતદાર શ્રીઓ,બી.આર.સી.શ્રીઓ, સી.આર.સી શ્રીઓ સહિત કોલેજના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: