સંજેલી તાલુકાના માંડલી ગામે પરણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં સીલીંગ ફેન પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ
દાહોદ, તા.ર૭
સંજેલી તાલુકાના માંડલી ગામે પરણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં સીલીંગ ફેન પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ લટકી જઈ આત્મહત્યા કર્યાનું જાણવા મળે છે.
સંજેલી તાલુકાના માંડલી ગામની રર વર્ષીય પરણીતા અર્ચનાબેન ઉર્ફે આરતી ચિરાગભાઈ રમેશભાઈ સોલંકીએ ગત રોજ સવારના સાડા નવ વાગ્યાના સમયે પોતાના જ ઘરમાં સીલીંગ ફેન સાથે દોરડું બાંધી કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લટકી જઈ આત્મ હત્યા કરી લીધી હતી.
આ સંબંધે સંજેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી તપાસ હાથ ધરી છે