રોશન સફર વકફ ટ્રસ્ટ દ્વારા દાહોદમાં મુસ્લિમ સમાજના 200 પરિવારને રમજાનમાં રાશન કીટનું વિતરણ કરાયું;
તારીખ 17/3/2024 રવિવાર ના રોઝ કસ્બા હુસેની હોલ પાસે જનાબ હાઉસ ખાતે રોશન સફર વક્ફ ટ્રસ્ટ દ્વારા 200 જેટલા મુસ્લિમ પરિવારને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ
હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. ત્યારે દાહોદ શેહરમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવુતિ કરતી સંસ્થા રોશન સફર વક્ફ ટ્રસ્ટ દાહોદ દ્વારા 200 મુસ્લિમ પરિવારોને રમજાન મુબારકની રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં 12 થી વધુ ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલો હતો. દાહોદમાં છેલ્લા 17 વર્ષથી સંસ્થા દ્વારા જરૂરત મંદ પરિવારને રમજાન માસમાં રાશન કીટ વિતરણ કરવામાં આવે છે.
ટ્રસ્ટના પ્રમુખ હાજી એઝાઝ ખાન પઠાણએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા એવા પરિવાર સુધી આ કીટ પહોંચાડવામાં આવે છે કે જેઓ કોઈ પાસે હાથ લાંબો કરી શકતા નથી અને મધ્યમ પરિસ્થિતી ધરાવે છે. આ રાશન કીટમાં રાશનની દરેક વસ્તુ તથા ઈફ્તાર અને સેહરી માટેની વિશેષ વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા વર્ષભર સેવાકીય પ્રવુતિ જેમકે મહેંદી, પાર્લર,કોમ્પ્યુટર ક્લાસ,સીવણ ક્લાસ,એજ્યુકેશન સાહાય,વિઘવા સાહાય વગેરેની સેવા ચાલુ હોય છે. દર વર્ષ સુ-વ્યવસ્થિત સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે.