બાળક મોબાઈલ પર ગેમ્સ રમતાં ગઠિયાએ ઓટીપી મેળવી રૂપિયા ૮૬,૭૫૦ ઉપાડી લીધા

નરેશ ગનવાણી નડિયાદ

કઠલાલમાં બાળક ગૃહિણીના મોબાઈલ પર ગેમ્સ રમતો હતો. ત્યારે બાળકે એપ્સ પર પ્રશ્નોના સાચા જવાબ આપતા આપતાં ગઠિયાએ ઓટીપી મેળવી રૂપિયા ૮૬,૭૫૦ ઓનલાઇન ઉપાડી લીધા હતા. આ બનાવની જાણ ગૃહિણીને થતાં કઠલાલ પોલીસમાં અજાણ્યા મોબાઇલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે.

કઠલાલ શહેરમાં શુકન સોસાયટીમાં સરોજબેન લલિતભાઈ જૈન જેમનું. ખાનગી ફાઈનાન્સ કંપનીમાં બચત ખાતા સાથે  મોબાઈલ નંબર લીંક કરેલ છે. સરોજબેનનો દીકરો ઘરે  મોબાઇલમાં પ્રોબો ઓનલાઇન નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી ઓનલાઇન ગેમ્સ રમતો હતો. જેમાં ગેમ્સમાં પ્રશ્નોના જવાબ પુછવામાં આવતા હતા. આ ગેમમા બે વખત બાળકે સાચા જવાબ આપ્યા હતાં જેના ૪૦-૪૦ રૂપિયા ખાતામાં જમા થાય હતા. જેથી વિશ્વાસ આવતા આ એપ પર  ૨૬ મી ફેબ્રુઆરીએ બાળક ગેમ્સ રમતો હતો અને ફરી જીતેલા ૪૦ રૂપિયા વિન્ડ્રો કરયા હતા. ત્યારબાદ અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી એક ઓટીપી આવ્યો હતો. ગેમ્સ રમવાના રમતા રમતા બાળકે આવેલા ઓટીપી દાખલ કરી દીધો હતો.  થોડાક સમયમાં બાદ સરોજબેને જોયું તો તેમના ખાતામાંથી
કુલ રૂપિયા ૮૬ હજાર ૭૫૦ કપાઈ ગયા હતા. સરોજબેનને જાણ થતાં એપ્સ રીમુવ કરી દિધી  જેથી પ્રોબો એપ્લિકેશન દ્વારા પ્રશ્નોના પૂછવાના  માધ્યમથી આ છેતરપિંડી કરાઈ હોવાનું જણાય આવતા સરોજબેને  કઠલાલ પોલીસમાં  અજાણ્યા નંબર ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: