ઝાલોદ નગરમાં પોલીસ દ્વારા આગામી તહેવારો અને લોકસભાની ચૂંટણી અંતર્ગત ફૂટમાર્ચ યોજવામાં આવ્યું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરમાં પોલીસ દ્વારા આગામી તહેવારો અને લોકસભાની ચૂંટણી અંતર્ગત ફૂટમાર્ચ યોજવામાં આવ્યું
ઝાલોદ નગરમાં કાયદો અને વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તેમજ આગામી હોળી, ધુળેટી,રમઝાન તેમજ લોકસભાની ચુંટણી આવનાર હોઈ નગરમાં અશાંતિ ન ફેલાય તે માટે નગરના જાહેર માર્ગો પર પોલીસ તંત્ર દ્વારા ફૂટમાર્ચ કાઢવામાં આવી હતી.
તેમજ પોલીસ તંત્ર દ્વારા પ્રજાને એલર્ટ કરાતા નગરના જાહેર હિતમાં કોઈ પણ પ્રકારની અફવાઓ કોઈ ન ફેલાવે તેમજ કોઈપણ જાતની કાયદાકીય ગૂંચવણ કે કોઈ અફવા સ સાંભળવા મળે તો તુરંત પોલીસનુ ધ્યાન દોરવું. આજના સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ સમાચાર કે પબ્લિક હિતને નુકશાન કરતા કોઈ પણ મેસેજ સમજ્યા વગર ફોરવર્ડ કરવા નહીં તેમજ કોઈ પણ સમાચાર કે અફવા જોવા, જાણવા કે સાંભળવા મળે તો તુરંત નગરના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું.