બ્રહ્માકુમારી  સુવર્ણ જયંતિ મહોત્સવ અંતર્ગત બી. કે શિવાની દીદી વક્તવ્ય આપશે

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયને ૫૦ વર્ષ પૂર્ણની ઉપલક્ષ્યમાં સુપ્રસિદ્ધ આંતરાષ્ટ્રીય પ્રેરક વક્તા આધ્યાત્મિક જીવન પથ પદર્શક એવા બી.કે.શિવાની દીદી નડિયાદમાં આવી રહ્યા છે. તા. ૨૭મી માર્ચના રોજ  બીએપીએસ યોગીફાર્મ ખાતેના ગ્રાઉન્ડમાં તેમનુ વ્યાખ્યાન યોજાવાનું છે. આ સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે ‘સદા સ્વસ્થ અને ખુશહાલ જીવનની કળા’ પર શીવાની દીદી વ્યક્તવ્ય આપવાનાં છે.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય, એક સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા સમસ્ત સમાજની સેવા કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. નડિયાદ નગરમાં ૧૯૭૪ માં સંતરામ મંદિરથી એક નાના સેવાકેન્દ્રથી શરૂ થઈને મોટા વટવૃક્ષ સમાન બની છે. જે. પ્રભુશરણમ્ સબઝોન સંકુલમાં સ્થાઈ છે.
સંસ્થાને ૫૦ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. એક આધ્યાત્મિક શિક્ષણગૃહ સહિત ૪૨ સેવાકેન્દ્રોના વિશાળ સંગઠન તૈયાર થયેલ છે, જેમાં ૧૪૦ સમર્પિત બ્રહ્માકુમારી બહેનો સેવા આપી રહ્યા છે. નડિયાદની શરૂઆતથી લઈને રાજયોગિની બ્રહ્માકુમારી પૂર્ણિમાબહેન આ સંગઠનનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. સુવર્ણ જયંતિ મહોત્સવ અંર્તગત નડિયાદમાં સૌ પ્રથમવાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નારી શિક્ષા એવોર્ડથી સન્માનિત એવા બી.કે. શિવાની દીદી નડિયાદમાં પધારી રહ્યા છે. જેઓ ‘સદા સ્વસ્થ અને ખુશાલ જીવનની કળા’ વિષયનું, વક્તવ્ય આપશે. આ જાહેર કાર્યક્રમમાં ૮ હજારથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ બ્ર.કુ.બીપીનભાઈએ જણાવ્યું છે.
બી. કે. શિવાની દીદી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં  ૩૫૦૦ ઉપરાંત પ્રવચનો આપ્યાં છે. તેઓની વાણી સરળ અને સંવાદી હોય છે. ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, મિડલ ઈસ્ટ તેમજ મધ્ય એશિયાના અનેક દેશોમાં માનવસેવાની ધૂમ મચાવી છે. ઉપરોકત જાહેર કાર્યક્રમ વિનામૂલ્યે છે, પરંતુ સુચારુ વ્યવસ્થા માટે રજીસ્ટ્રેશન હિતાવહ છે. આ પ્રોગામના બીજા દિવસે ત્રિદિવસીય રાજયોગ શિબિરનું પ્રભુ શરણમ ખાતે આયોજન કરેલ છે. જેમા શિબિર બી.કે. ડો.દામિની કરાવશે. આ સીબીર નો લાભ લેવા માટે સંસ્થા તરફથી સૌને નિમંત્રણ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!