સ્વીપ અંતર્ગત લીમખેડા, દેવગઢ બારિયા અને ઝાલોદ તાલુકામાં દિવ્યાંગ મતદારો સાથે કાર્યક્રમ યોજાયા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ *
સ્વીપ અંતર્ગત લીમખેડા, દેવગઢ બારિયા અને ઝાલોદ તાલુકામાં દિવ્યાંગ મતદારો સાથે કાર્યક્રમ યોજાયા.
દાહોદ : ભારતના ચૂંટણી પંચ તરફથીલોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ચૂંટણી તા. ૦૭ મેના રોજ યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે માટે મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે દાહોદના દિવ્યાંગ મતદારો ૧૦૦ ટકા મતદાન કરે તે હેતુથી તેઓ લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોનું પ્રતિનિધિત્વ વધે અને લોકો બુથ સુધી પહોંચે તે માટે દાહોદ જિલ્લાના લીમખેડા, દેવગઢ બારિયા અને ઝાલોદ તાલુકામાં દિવ્યાંગ મતદારો સાથે SVEEP એકટીવિટી હેઠળ મતદાન અંગે માર્ગદર્શન સાથે માહિતી પણ આપવામાં આવી હતી. ઉપરાંત ઉપસ્થિત સૌ લોકોએ અચૂકપણે મતદાન કરવા માટેની હાકલ સહિત પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. જેમાં દિવ્યાંગ મતદારોને મતદાન માટે જાગૃત કરવાની સાથોસાથ હેલ્પલાઇન નં. ૧૯૫૦ વિશે પણ જાણકારી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.

