જિલ્લા ખાદ્ય સુરક્ષા દ્વારા ડાકોર મેળા અંતર્ગત કુલ ૫૪ કિલો અસુરક્ષિત ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો
નરેશ ગનવાણી નડિયાદ
ડાકોર ફાગણી પૂનમ મેળામાં આવતા પદયાત્રીઓ માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ કેમ્પ ઉભા કરવામાં આવે છે. દર્શને આવતા પદયાત્રીઓના સ્વાસ્થ્ય માટે ખેડા જિલ્લા ખાદ્ય સુરક્ષા અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ ૮૫ કેમ્પ તથા કુલ ૩૫ ખાનગી ફર્મનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે પૈકી કુલ ૫૫ સેમ્પલનું ટીપિસી ટેસ્ટ, કુલ ૩૪ મેજિક બોક્સ સ્પોટ ટેસ્ટિંગ, કુલ ૧૫ ફોર્મલ સેમ્પલ અને કુલ ૪૫ સરવે સેમ્પ્લનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે પૈકી કુલ ૫૪ કિલો ખાદ્ય સામગ્રી અખાદ્ય જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
નરેશ ગનવાણી નડિયાદ