બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું

નરેશ ગનવાણી નડિયાદ
મહુધા-મહેમદાવાદ રોડ પર આવેલા પરી ફાર્મ પાસે બે બાઈકો અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ભુમસના યુવકનું મોત થયું છે. મહુધા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
મહુધા તાલુકાના ભુમસમાં રહેતા અમીતકુમાર દીનેશભાઈ પરમાર તેઓ બાઇક લઇને કામ માટે સીહુંજ ગામે જતા હતા. ત્યારે મહેમદાવાદ રોડ પર આવેલા પરી ફાર્મ પાસે સામેથી આવતા બાઇક ચાલકે અમિત કુમારના બાઇકને ટક્કર મારી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અમિતકુમારને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને ૧૦૮ દ્વારા સારવાર અર્થે મહુધા સરકારી દવાખાનામાં લઈ ગયા હતા. ત્યાં તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મરનાર અમિતકુમારના પિતરાઈ ભાઈ જનકભાઈ ભરતભાઈ પરમારએ મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
