દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓએ હોળી પર્વની આજરોજ હોળી પ્રગટાવી, પુજા, અર્ચના કરી હર્ષાેઉલ્લાસ સાથે ધામધુમથી ઉજવણી કરી હતી

દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓએ હોળી પર્વની આજરોજ હોળી પ્રગટાવી, પુજા, અર્ચના કરી હર્ષાેઉલ્લાસ સાથે ધામધુમથી ઉજવણી કરી હતી ત્યારે બીજા દિવસે ધુળેટી પર્વની પણ હર્ષોઉલ્લાસ સહિત ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. જ્યારે બદલાતા સમયના વહેણની સાથે સાથે પર્યાવરણના રક્ષણ માટેની વાતને ધ્યાને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના ગાંધીચોક પાંચ બત્તી, દેસાઈવાડા, સીંધી સોસાયટી, નગરપાલિકા, વિગેરે સ્થળોએ લાકડાનો ઉપયોગન ન કરી છાણાનો મહત્તમ ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી હોળી બનાવી તેનુ પ્રાગટ્ય કરવામાં આવી હતી.

શહેરના ગાંધી ચોક ખાતેની મુખ્ય હોળી હોવાથી લોકોની તે જગ્યાએ ભારે ભીડ જાેવા મળી હતી અને શહેરના અન્ય વિસ્તારોના માણસો પણ હાથમાં મસાલ લઈ હોળી પ્રગટ થવાની રાહ જાેતા ઉભા રહે છે અને પરંપરા મુજબ ગાંધી ચોકની મુખ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી અને તેની ઝાળથી મસાલ સળગાવી વિવિધ વિસ્તારના માણસો સળગાવી મસાલ લઈ દોડતા નજરે પડયા હતા. શ્રધ્ધાળુઓ હોળી પ્રાગટ્ય બાદ હોળી તાપવા અને હોળીના ફેરાફરી લોકો ધાણી, ખજુર અને નારિયેળ હોળીમાં હોમી પોતાની બાધા આખડીઓ પુરી કરી હતી તેમજ દાહોદ શહેરમાં નગરપાલિકા ચોકમાંથી છેલ્લા ઘણા વર્ષોથી હોળી પ્રાગટ્યમાં લાકડાનો ઉપયોગ ન કરી છાણાનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવે છે. તે જાેતા જાગૃત બનેલા બીજા વિસ્તારના લોકો જેવા કે, દેસાઈવાડા, સીંધી સોસાયટી, નગરપાલિકા જેવા સ્થળોએ પણ લોકોએ છાણાનો ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવી હતી. જ્યારે હોળીના બીજા દિવસે ધુળેટી પર્વ હોઈ સવારથી જ શહેરના તમામ વિસ્તારોમાં લોકો એકબીજા પર ગુલાલ રંગ છાંટી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. પરંપરાગત રીતે જિલ્લામાં કેટલીક જગ્યાએ ચુલનો મેળો પણ ભરાય છે જેમાંયે ઝાલોદ તાલુકાના રણીયાર ગામે ચુલનો ભવ્ય મેળો ભરાયો હતો અને ચુલનો મેળો જાેવા આજુબાજુના ગામોમાંથી બજારો ઉમટી પડ્યા હતા. હોળી અને ધુળેટી પર્વે શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: