ઝાલોદ તાલુકાના કદવાલ ગામે “બિરસા મુંડા લાઇબ્રેરી અને વાંચનાલય” સેન્ટરનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના કદવાલ ગામે “બિરસા મુંડા લાઇબ્રેરી અને વાંચનાલય” સેન્ટરનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.

ઝાલોદ તાલુકાના કદવાલ ગામે લાઇબ્રેરી અને વાંચનાલય સેન્ટરનું ઉદ્ઘાટન આજરોજ તારીખ ૨૪-૦૩-૨૦૨૪ ના રોજ ભાડાના મકાનમાં કરવામાં આવ્યુ હતુ. પ્રારંભમાં ઉપસ્થિત સૌનું ગમછા પહેરાવી અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મહેમાનોનું ઢોલકુંડી અને થાળી વગાડી આદિવાસી નૃત્ય દ્વારા સ્વાગત થયુ.આ કાર્યક્રમનું પ્રારંભિક ઉદબોદન નિવૃત્ત અધિક કલેક્ટર શ્રી એસ.એસ.બારીયા સાહેબના હસ્તે કરવામાં આવ્યુ. તેમણે પોતાના પ્રારંભિક ઉદબોધનમાં લાઇબ્રેરી નું મહત્વ અને યુવાનોએ વર્તમાન સમયે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે બાબતે ઊંડુ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તેમાં મુખ્ય વક્તા તરીકે પ્રોફે.ડો. સુરેન્દ્ર બારીયા હાજર રહ્યા હતા. તેમણે ભૂતકાળના સંસ્મરણોને વાગોળી આધુનિક સમયમાં યુવાનોએ સ્પર્ધા કઈ રીતે કરવી તેની સમજણ પૂરી પાડી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના રાજકીય, સામાજિક અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વડીલો, યુવાનો અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રુપ ઓફ બિરસા અને સમગ્ર યુવા ટીમ કદવાલ તરફથી કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં આજુબાજુના પંચાયતના સરપંચો, જગુભાઈ સંગાડા, અલ્કેશભાઈ પ્રજાપતિ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત અરવિંદભાઈ વસૈયા, દયારામ ભાઈ, બાબુભાઈ ડામોર, વજુભાઈ ડામોર, ડો. ધર્મેશ બારીયા ,ભરતભાઈ, દેવેન્દ્રભાઈ મેડા, મનસુખભાઈ કટારા, વિક્રમભાઈ ડામોર, રવિભાઈ, અનિલભાઈ ,સહિત ખૂબ જ મોટી સંખ્યામાં નામી અનામી તમામ યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. બહેનો માંથી શ્વેતાબેન અને કોમલબેન હાજર રહ્યા. ઉપસ્થિત સૌએ આર્થિક સહયોગ કરવાની પણ ખાતરી આપી હતી.આ કાર્યક્રમનું સંચાલન ડો. ગણેશ નિસરતા એ કર્યું હતુ. આમ આ સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!