વોટ્સએપ ગ્રુપમાં જોઈનીગ થઇ ૩.૩૫ લાખ રોકાણ કર્યા, રૂપિયા પરત ન આવતાં ફરીયાદ નોધાઇ
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ગ્રાફિક્સ ડિઝાઈનરને વોટ્સએપ ગ્રુપમાં લીંક આવતા ગ્રુપમાં જોઈનીગ થઇ રૂપિયા ૩.૩૫ લાખ રોકાણ કર્યા હતા. વધુ ૮ લાખની ડીમાન્ડ કરાતા નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નડિયાદ શહેરના પશ્ચિમમાં શ્રેયસ સિનેમા સામે યાસીનભાઈ વૈધ્ય જે ગ્રાફિક્સ ડિઝાઇનરનું કામ કરે છે. ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ તેમના મોબાઈલ ફોનના વોટ્સઅપ પર નવા ગ્રુપની લિંક આવતા ગ્રુપમાં એડ થયા હતા.આ ગ્રુપ શેર બજારના ઇન્વેસ્ટનો હતો. જેમાં જણાવેલ એક એપ્લીકેશન સગીરભાઈએ પોતાના ફોનમાં ડાઉનલોડ કરી હતી અને એકાઉન્ટ ખોલ્યું હતું. ત્યારબાદ સગીરભાઈએ અલગ અલગ તારીખોમાં રોકાણ કરવાના આશયથી કુલ રૂપિયા ૩ લાખ ૩૫ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ રોકાણ કરેલા નાણાં પરત ઉપાડવા માટે એક રિક્વેસ્ટ એપ્લિકેશનમાં મોકલેલ હતી પરંતુ નાણા પરત ન આવ્યા. સગીરભાઈએ ઉપરોક્ત વોટ્સએપ ગ્રુપ એડમીન સાથે મેસેજથી વાત કરી હતી. જેમાં એડમીને જણાવ્યું કે આઈપીઓમા તમારા નાણાં ઈન્વેસ્ટ થયેલા છે. તમારે તમારા રોકાણના નાણાં પરત મેળવવા હોય તો રૂપિયા ૮ લાખ રોકાણ કરવુ પડશે. તો તમારા નાણાં પરત મળી શકશે. સગીરભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પ ડેસ્ક પર અને ગઇકાલે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.