ચાકલીયા પોલીસે ઈકો ગાડીમાં લઈ જવાતો ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ચાકલીયા પોલીસે ઈકો ગાડીમાં લઈ જવાતો ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડયો.
એક આરોપી ઝડપાયો184680 નો વિદેશી દારૂ સાથે મુદ્દામાલ ઝડપાયો
ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.કે.રાઠોડ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન તેમને બાતમી મળેલ હતી કે એક ઈકો ગાડી જેનો નંબર GJ-38-B-4831 જે મધ્યપ્રદેશના સાતફેરા તરફથી આવી રહેલ છે જેમાં બે ઈસમો ગેરકાયદેસર દારૂનો જથ્થો લઈ ચાકલીયા થઈ નીકળનાર છે જેથી બાતમી મળતા પી.એસ.આઇ જે. કે.રાઠોડ દ્વારા વધુ કડક પણે ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ.
બાતમી મુજબનું વાહન આવતા પોલીસ દ્વારા કાળાપીપળ પાસે નવો કોરિડોર બની રહેલ છે ત્યાંથી વાહન દૂરથી આવતા દેખાતા તેને રોકવા ઈસારો કરાતા ઇકો ચાલક ગાડી દોડાવી નાસી જવાની કોશિશ કરતા પોલીસ દ્વારા પીછો કરી ગાડીને પકડી પાડવામાં આવેલ હતી. ગાડીમાં બે સવાર ઈસમો પૈકી એક ઈસમ સુનીલ બાલુભાઇ ભુરિયા ( ટાઢાગોળા, મહુડા ફળીયુ, ઝાલોદ) પકડાઈ ગયેલ હતો .તેમજ અન્ય બે ફરાર આરોપી પંકજ ભુરીયા ( ટાઢાગોળા ) ,મુકેશ કાળીયા મોહનીયા ( સાતસેરા, મધ્યપ્રદેશ ) વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ ઈકો ગાડી માથી બિયરની કુલ 8 પેટી જેમાં 240 બોટલ જેની કિંમત કિંમત 31680 ,3000 નો મોબાઈલ, 150000 ની ઇકો ગાડી થઈ કુલ 184680 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં ચાકલીયા પોલીસને સફળતા મળેલ છે.