નડિયાદમા ટ્રાફિકને અડચણ રૂપ વાહનો પાર્ક ન કરવાં ટાઉન પીઆઇએ લોકોને સમજાવ્યા
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં ટ્રાફિકની સમસ્યાને લઇને શનિવારે નડિયાદ ટાઉન પીઆઇએ જાતે સવારે સરદારની પ્રતિમા પાસે દુકાનદારો અને લારી ગલ્લા વાળાને ટકોર કરી વાહનો રોડ વચ્ચે પાર્ક ન કરવા સમજાવ્યા હતા.
નડિયાદમાં મૂખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા રહે છે. જેમા સંતરામ રોડ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન નજીક ખાસ આ સમસ્યા છે. ત્યારે આજે શનિવારે નડિયાદ ટાઉન પીઆઈ એમ.બી.ભરવાડ જાતે શહેરના સરદાર પટેલની પ્રતિમા પાસે દુકાનદારો અને રોડ પર નાના વેપાર ધંધા કરતા લારી વાળાને સમજાવ્યા હતા અને રોડ વચ્ચે પાર્ક કરાતા વાહનો મામલે ટોક્યા હતા. અને ટાઉન હોલ પાસે શટલ ભરતા રીક્ષા ચાલકોને પણ અહીંયાથી હટાવ્યા હતા. જો ફરી અહીંયા ઉભા રહે તો રીક્ષા ડીટેન કરાશે તેમ જણાવ્યું હતું. પોલીસ તંત્રએ ખાસ અપીલ કરી છે કે રસ્તામાં અડચણ રૂપ વાહનો ન પાર્ક કરો તેમજ રસ્તો ખુલ્લો રહે તો ટ્રાફિક પણ ન થાય તેમ સમજાવ્યા હતા.