નરેશ ગનવાણી નડિયાદનડિયાદમાં કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો, કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ એસટી નગર વર્કશોપ બહાર બસ વર્કશોપમાં અંદર જતા સમયે સામેથી પુરપાટે આવતી કારે બસ સાથે કાર અથડાઇ હતી.અને કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

નડિયાદના કપડવંજ રોડ પર એસટી નગર વર્કશોપની બહાર રાવિવારની મોડી રાત્રે બસ વર્કશોપમા જતી વખતે ગણપતિ ચોકડી તરફથી પુરપાટે આવતી કાર ના ચાલકે બસને આગળના ભાગે અથડાઇ હતી. જેના કારણે બંને વાહનોને નુકશાન થયું હતું. બનાવ બન્તા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. અને કાર ચાલક ત્યાંથી કાર મૂકીને ભાગી ગયો હતો. કારમાંથી વિદેશી દારૂની ત્રણ ખાલી બોટલો   મળી આવી હતી. આ બનાવ મામલે ઉપરોક્ત બસના ચાલક મગનભાઈ ભાથાભાઈ ડાભીએ આ કાર ચાલક વિરૂધ્ધ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: