અગમ્ય કારણોસર યુવકે ઝાડની ડાળીએ દુપટ્ટો બાંધી આપઘાત કરી દેતા ચકચાર
નરેશ ગનવાણી નડિયાદ
કઠલાલ પાસેના ભાટેરા ગામે રહેતા યુવાને ઝાડની ડાળીએ ગળા દુપટ્ટો બાંધી આપઘાત કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કઠલાલ પોલીસે આ બનાવ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કઠલાલ તાલુકાના ભાટેરા ગામે રહેતા અક્ષય ઉર્ફે અકો સંજય પરમારે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. ગઇકાલે સાંજે પોતાના ઘરેથી લાપતા બન્યો હતો. આજે મંગળવારે સવારે આ અક્ષય ઉર્ફે અકાનો મૃતદેહ વાવનામુવાડા કેનાલ પાસે લીમડાના ઝાડ સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
આ બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ બનાવની જાણ કઠલાલ પોલીસને કરતાં ધટના સ્થળે પહોંચી હતી. પોલીસે મરણજનારના ભાઈ સંજય ઉર્ફે લાલાની જાહેરાતના આધારે અપમૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

